નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોને હજુ સુધી ફાંસી થઈ નથી. નિર્ભયાના દોષી દર વખતે દાવ-પેંચ અજમાવીને ફાંસી ટાળવાનો રસ્તો કાઢી લે છે. આ કારણે નિર્ભયાના માતા-પિતા સહિત લોકોમાં ખુબ ગુસ્સો છે. લાંબી કાયદાકીય લડાઈ છતાં દોષીતોને ફાંસી ન મળવા અને વારંવાર તારીખમાં થઈ રહેલા ફેરફારથી નારાજ નિર્ભયાના માતા-પિતા અને મહિલા કાર્યકર્તા યોગિતા ભયાના સહિત અન્યએ બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર નારેબાજી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે નિર્ભયાના માતા-પિતા અને યોગિતા ભયાનાએ પટિયાલા હાઉસ કોર્ટની બહાર 'નિર્ભયાના હત્યારાને ફાંસી આપો... ફાંસી આપો', નિર્ભયાના ન્યાય આપો... ન્યાય આપો, 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા. આ સાથે નિર્ભયાના માતા-પિતા હવે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર ધરણા પર બેસવાની તૈયારી કરી રહ્યાં છે. 


આ પહેલા બુધવારે કોર્ટે નિર્ભયાના દોષી પવન ગુપ્તાને કાયદાકીય સલાહ માટે વકીલનો પ્રસ્તાવ રાખ્યો. કોર્ટે કહ્યું કે, નિર્ભયાના દોષી છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય સહાયતા મેળવવાના હકદાર છે. કોર્ટે જેલ સુપરિટેન્ડેટને નિર્દેશ આપ્યો કે, દોષી પવનને કાયદાકીય સહાયતા માટે પોતાની પસંદગીના વકીલને ચૂંટવા દો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...