શીખ પ્લેન હાઇજેક: ભારતની 6 મહિનાની સજા પાકિસ્તાનમાં 14 વર્ષ થઇ
પ્લેન હાઇજેકનું આ કાવત્રુ ખાલીસ્તાન સમર્થક જરનેલ સિંહ ભિનરાનવાલેને બહાર કાઢવા માટે રચવામાં આવ્યુ હતુ, જે નિષ્ફળ નિવડ્યું હતું
નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 37 વર્ષ જુના પ્લેન હાઇજેકનાં એક કેસમાં 2 લોકોને મુક્ત કર્યા છે. કેસ 1981નો છે, જ્યારે દિલ્હીથી શ્રીનગર જઇ રહેલ એક પ્લેનને 5 હથિયારબંધ શીખોએ હાઇજેક કરી લીધું હતું. તે લોકો વિમાનને પાકિસ્તાનનાં લાહોર લઇ ગયા હતા. જ્યાં પાકિસ્તાની કમાન્ડોઝ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
તે સમયે જરનૈલ સિંહ ભિંડરાવાલે જેલમાં હતો. ખાલીસ્તાન સમર્થકો પ્લેન હાઇજેકર્સ જરનૈલ સિંહને જેલમાંથી છોડાવવા માટેની માંગ કરી રહ્યા હતા. જો કે પ્લેન લાહોર પહોંચ્યા બાદ પાકિસ્તાની કમાન્ડોઝે તમામ હાઇજેકર્સને ઝડપી લીધા હતા અને તેની વિરુદ્ધ પાકિસ્તાનમાં જ કાર્યવાહી થઇ હતી.
સ્થાનીક કોર્ટ દ્વારા હાઇજેકિંગ કેસમાં તમામ આરોપીઓને દોષીત ઠેરવીને 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તમામ દોષીત 14 વર્ષની કેદ કાપ્યા બાદ જેલની બહાર નિકળ્યા તો તેમાંથી 2 કેનેડા અને અમેરિકા પહોંચી ગયા હતા. જો કે ત્યાંની સરકારે તે બંન્નેને ભારત ડિપોર્ટ કરી દીધા હતા.
ભારત સરકારે તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો જો કે પુરાવાનાં અભાવે સતનામ સિં અને તેજિંદર પાલ સિંહને પટિયાલા હાઉસ કોર્ટે દેશદ્રોહનાં આરોપોથી મુક્ત કરી દીધા છે. કોર્ટે સ્વિકાર્યું કે પ્લેન હાઇજેક કરવાનાં કેસમાં તમામ દોષીતો પહેલા જ દોષો માટે પાકિસ્તાનમાં સજા કાપી ચુક્યા છે. તેમના વકીલની તરફથી દલીલ કરાઇ કે ઉંમર કેદ મહત્તમ સજા હોય છે. જે તેઓ પોતાના ગુના માટે ભોગવી ચુક્યા છે. માટે આ મુદ્દે હવે બીજી સજા આપવી તે તેમની સાથે અન્યાય કહેવાશે.
સૌથી રસપ્રદ બાબત છે કે જે સમયે પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું, તે સમયે ભારતમાં આ ગુનાની સજામાત્ર 6 મહિના જ હતી, જો કે આ કેસ પાકિસ્તાનમાં ચાલ્યો હતો માટે તમામ લોકોને 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જે પ્લેનને હાઇજેક કરવામાં આવ્યું હતું, તેમાં 111 મુસાફરો હતા જ્યારે 6 ક્રુ મેમ્બર્સ હતા.
જો કે આ મુદ્દે જોડાયેલા બાકીનાં ત્રણ હાઇજેકર્સ ગજેન્દ્ર સિંહ, જસવીર સિંહ અને કરણસિંહ ક્યારે પણ ભારત પરત ફર્યા નહી. માટે તેમની વિરુદ્ધ ભારતની કોર્ટમાં કેસ ચાલુ નહોતો થઇ શક્યો. પટિયાલા હાઉસ કોર્ટમાંથી તેજેન્દર સિંહ અને સતનામ સિંહને મુક્ત કરવામાં આવ્યા બાદ સૌથી મોટો સવાલ છે કે જો ભવિષ્યમાં ગજેન્દ્ર, જસવીર પાછા આવે તો તેમની વિરુદ્ધ પણ દેશદ્રોહનો કેસ ચલાવાશે.