મહેબુબાને મોટો ઝટકો: પીડીપીના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
દિલ્હીમાં પીડીપી નેતા હાજી અનાયત અલીએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું, આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્રસિંહ શેખાવત હાજર હતા
નવી દિલ્હી : કોંગ્રેસ સહિત અનેક મોટી પાર્ટીઓને ઝટકો દીધા બાદ હવે ભાજપે મહેબુબા મુફ્તી પાર્ટી પીડીપીને મોટો ઝટકો આપ્યો છે. તેના અનેક મોટા નેતા ભાજપમાં જોડાઇ ગયા. સોમવારે દિલ્હીમાં પીડીપી નેતા હાજી અનાયત અલી ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા.
ટ્રક ચાલક કહેતા રહ્યો હું કાશ્મીરી છું, છતા પ્રદર્શનકર્તાઓએ લઇ લીધો જીવ
લદ્દાખમાં પીડીપીનાં અનેક નેતાઓએ પાર્ટી છોડી
નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા લદ્દાખમાં સ્થાનિક સાંસદ જમ્યાંગ નામગ્યાલની હાજરીમાં અનેક નેતાઓ ભાજપમાં જોડાયા. મહેબુબા મુફ્તીની પીડીપી (જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)નાં નેતા તથા જમ્મુ અને કાશ્મીર વિધાન પરિષદનાં અધ્યક્ષ હાજી અનાયત અલી પણ ભાજપમાં જોડાવાનો આજે વિરોધ કરી રહ્યા છે, તેઓ પાર્ટી જોઇન કરશે. તેમની પાસે અમારી આવવા ઉપરાંત કોઇ વિકલ્પ નહી હોય.
રાહુલ ગાંધીને રાજ્યપાલનો સણસણતો તમાચો: મારા નિમંત્રણને વેપાર સમજી બેઠા?
ઇમરાન ખાનની લુખ્ખી ધમકી, અમે કાશ્મીર માટે પરમાણુ યુદ્ધની હદ સુધી પણ જઇશું
લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં સભ્ય કારગિલ નિવાસી મોહમ્મદ અલી ચંદન અને કારગિલ નાગરપાલિકા સમિતીના પ્રમુખ જહીર હુસૈન બાબર ભાજપમાં જોડાયા. પીડીપીના કારગિલનાં નેતા કાચો ગુલઝાર હુસૈન, અસદુલ્લાહ મુંશી, ઇબ્રાહીમ અને તાશી ત્સેરિંગે પણ ભાજપ જોઇન કરી.
પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી, CBI કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, કાલે મેડિકલ ચેકઅપ
એક સેવાનિવૃત ટોપ પોલીસ અધિકારી પણ સામાજિક કાર્યકર્તાઓ સાથે લેહ ક્ષેત્રમાં ભાજપમાં જોડાયા. થોડા દિવસો પહેલા જ અનુચ્છેદ 370ને રદ્દ કરીને જમ્મુ અને કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લઇ લેવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ નામના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું.