દિલ્હી: 6 વર્ષની માસૂમને ચોકલેટના બહાને લઈ જઈ પીંખી નાખી, CCTVથી આરોપી પકડાયો
રાજધાની દિલ્હીમાં માસૂમ બાળકીઓ સાથે શારીરિક શોષણના કેસ સતત વધી રહ્યાં છે. પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને ખુબ દાવા કરે છે પરંતુ આવા કેસોથી કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં માસૂમ બાળકીઓ સાથે શારીરિક શોષણના કેસ સતત વધી રહ્યાં છે. પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને ખુબ દાવા કરે છે પરંતુ આવા કેસોથી કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે. દિલ્હીના દ્વારકા વિસ્તારથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરીને આરોપી ફરાર થઈ ગયો. બાળકીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસે આરોપીને સીસીટીવીની મદદથી પકડી લીધો છે. 24 વર્ષના આ આરોપીનું નામ મોહમ્મદ નન્ને છે અને તે યુપીના બુલંદશહેરનો રહીશ છે.
સીસીટીવી ફૂટેજનો વીડિયો જુઓ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...