નવી દિલ્હી: દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના બે આતંકીઓની ધરપકડ  કરી લીધી છે. દિલ્હી પોલીસે મિલેટ્રી ઈન્ટેલિજન્સ દ્વારા મળેલા ઈનપુટ બાદ જૈશ આતંકી અબ્દુલ લતીફને પહેલા દિલ્હીથી પકડ્યો અને ત્યારબાદ તેની પૂછપરછ પછી જમ્મુ અને કાશ્મીરમાંથી બીજા આતંકી હિલાલની ધરપકડ કરાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના જણાવ્યાં મુજબ આ આતંકીઓ 26 જાન્યુઆરી અગાઉ ભીડભાડવાળી જગ્યા પર આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતાં. આ આતંકીઓ ભીડ પર ગ્રેનેડ હુમલો કરવાનું પ્લાનિંગ પણ કરી રહ્યાં હતાં. આ માટે તેમણે દિલ્હીના 5 સ્થળોની રેકી પણ કરી હતી. જેમાં અનેક સંવેદનશીલ વિસ્તારો જેમ કે વીવીઆઈપી વિસ્તારો, વાઈટલ ઈન્સ્ટોલેશન અને માર્કેટ્સ પણ હતાં. 


ISROએ વિદ્યાર્થીઓએ બનાવેલો દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ લોન્ચ કરી ઈતિહાસ રચ્યો, PMએ પાઠવ્યા અભિનંદન 


પોલીસે જણાવ્યું કે અબ્દુલ લતીફ હાલમાં જ શ્રીનગર અને તેના આસપાસના વિસ્તારોમાં ગ્રેનેડ દ્વારા થયેલી આતંકી વારદાતનો માસ્ટરમાઈન્ડ હતો. તે સતત પાકિસ્તાની નાગરિક અને જૈશ એ મોહમ્મદના કમાન્ડર અબુ માસના સંપર્કમાં હતો. તેણે જ દિલ્હીમાં પણ 26 જાન્યુઆરીના અવસરે આતંકી વારદાતને અંજામ આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ હેન્ડ ગ્રેનેડ પણ અપાયા હતાં. 


પોલીસને તેમની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ, 26 કારતૂસ અને 2 રબર સ્ટેમ્પ મળી આવ્યાં છે. પોલીસના જણાવ્યાં મુજબ અબ્દુલ લતીફ આતંકી અઝહર મસૂદની સ્પીચથી પ્રભાવિત થઈને આતંકી બન્યો હતો. હાલમાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જમ્મુ અને કાશ્મીર જઈને આ આતંકી સંગઠનના અનેક આતંકીઓની ધરપકડ કરી છે. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...