નવી દિલ્હી : શું CAA ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોનો કોઇ સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે પણ છે ? દિલ્હી પોલીસની હાલની કાર્યવાહીથી આવા સવાલો ઉઠી રહી છે. દિલ્હી પોલીસે દિલ્હીમાંથી બે લોકોની ધરપકડ કરી છે. બંન્નેનાં સંબંધ ISIS સાથે હોવાનું જણાવાઇ રહ્યું છે. આ કપલ એન્ટી CAA પ્રદર્શનોને પણ ઉત્તેજના આપી રહ્યું હતું. દિલ્હી પોલીસની તરફથી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે, ઓખલાના જમિયા નગરથી એક કપલને પકડવામાં આવ્યા છે. તેનું નામ જહાનજેબ સામી અને હિના બશીર બેગ છે. બંન્નેની કેટલિક લિંક આઇએસઆઇએશનાં ખુરાસાન મોડ્યુલ સામે હોવાનું જણાવાઇ રહ્યું છે. કપલ સીએએ વિરુદ્ધ પ્રદર્શનોને ભડકાવવાનું કામ કરી રહ્યા હતા. 


વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં અનેક સ્થળો પર સીએએ-એનઆરસીની વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જામીયાનો શાહીનબાગ વિસ્તાર પણ તેમાંથી એક છે. શાહીનબાગમાં પ્રદર્શનકર્તાઓએ એક મહત્વના રસ્તાને બંધ કરેલો છે. આ રસ્તો નોએડા અને દિલ્હીને જોડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ શાહીનબાગ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. શાહીનબાગની જેમ અનેક સ્થળો પર પ્રદર્શનોના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જો કે શાહીનબાગ મોડેલ અન્ય કોઇ પણ સ્થળ પર ન બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube