નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જૈશ-એ-મોહમ્મદના ઈનામી આતંકવાદી અબ્દલુ મજીબ બાબાને ઝડપી લેવાયો છે. સાઉથ વેસ્ટર્ન રેન્જની સ્પેશિયલ સેલ ટીમે શનિવારે શ્રીનગરમાં આ આતંકવાદીને પકડી લીધો છે. સ્પેશિયલ સેલ ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલો આ આતંકવાદી જમ્મુ-કાશ્મિરના સોપોર જિલ્લાના મગરેપોરાનો રહેવાશી છે અને દિલ્હી પોલીસે તેના માથે 2 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પકડવામાં આવેલા આ આતંકવાદી સામે પોલીસ સ્ટેશનમાં 07/07 નંબરની ફરિયાદ દાખલ કરેલી હતી અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પડાયું હતું. તેને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની સીજેએમ કોર્ટમાં આજે રજૂ કરાશે અને પછી ટ્રાન્ઝિટ ડિમાન્ડના આધારે દિલ્હી લાવામાં આવશે. 


જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં જેઈએમનો આતંકી પકડાયો
સોમવાર 12 મેના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાંથી પણ એક જૈશ-એ-મોહમ્મદના આતંકીની ધપકડ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, હિલાલ અહેમદને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડોરૂ વિસ્તારમાંથી પકડી પડાયો છે. તેની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...