નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ની જીટીબી હોસ્પિટલમાંથી 3 દિવસ પહેલા ગુરુવારે ફરાર થયેલા બદમાશ કુલદીપ ફજ્જાને પોલીસે મોડી રાતે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. દિલ્હીમાં રોહિણીના સેક્ટર 14ના તુલસી એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની અંદર બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું. કુલદીપ ફજ્જા રોહિણીના એક ફ્લેટમાં છૂપાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસ (Delhi Police) સ્પેશિયલ સેલે 2 લોકોને પકડ્યા છે. આ લોકો કુલદીપ ફજ્જાને છૂપાવવામાં મદદ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને જાણકારી મળી હતી કે કુલદીપ ફજ્જા D-9 તુલસી એપાર્ટમેન્ટમાં છે. ત્યારે જ સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાર્યવાહી શરૂ કરી. 


ફરાર બદમાશ કુલદીપ ફજ્જાને પકડવા માટે સ્પેશિયલ સેલે પહલા સમગ્ર એપાર્ટમેન્ટને ઘેર્યો અને ત્યારબાદ ગેંગસ્ટરને સરન્ડર કરવાનું કહ્યું. પરંતુ કુલદીપ ફજ્જા માન્યો નહીં. જેવું કુલદીપ ફજ્જાને સરન્ડર કરવાનું કહેવાયું કે તેણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધુ. 


ત્યારબાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જવાબી ફાયરિંગ કર્યું. ત્યારબાદ બંને બાજુથી ફાયરિંગ શરૂ થઈ ગઉં. અનેક રાઉન્ડ ફાયરિંગ ચાલ્યું. ત્યારબાદ સ્પેશિયલ સેલને સફળતા મળી અને કુલદીપ ફજ્જા માર્યો ગયો. 


અત્રે જણાવવાનું કે એન્કાઉન્ટર ખતમ થયા બાદ ઘાયલ બદમાશ કુલદીપ ફજ્જાને આંબેડકર હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ હોસ્પિટલમાં ગેંગસ્ટરે દમ તોડ્યો. ડોક્ટરોએ તેને ત્યાં મૃત જાહેર કર્યો. 


નોંધનીય છે કે બદમાશ કુલદીપ ફજ્જા દિલ્હીની જીટીબી હોસ્પિટલથી ફરાર થઈ ગયો હતો. બદમાશ કુલદીપ માનના સાથી તેને ધોળે દિવસે પોલીસ કસ્ટડીમાંથી છોડાવી ગયા હતા. કુલદીપ ફજ્જા દિલ્હી અને હરિયાણામાં વોન્ટેડ હતો. કુલદીપના માથે 2 લાખનું ઈનામ હતું. વર્ષ 2020માં દિલ્હી પોલીસે બદમાશ કુલદીપની ધરપકડ કરી હતી. 


ગુરુવારે 5થી વધુ બદમાશ સ્કોર્પિયો અને બાઈક પર સવાર થઈને આવ્યા અને પોલીસની પકડમાંથી પોતાના સાથી કુલદીપને છોડાવી લઈ ગયા હતા. બદમાશોએ પોલીસ ટીમ પર ફાયરિંગ પણ કર્યું હતું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube