અફવાને કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ તણાવ, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય
પોલીસે કહ્યું, મહેરબાની કરીને અફવા પર વિશ્વાસ ન કરો. પોલીસ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહી છે. અફવા ફેલાવનાર પર કાર્યવાહી કરવામાં આવશે.`
નવી દિલ્હીઃ દિલ્હીના ઘણા વિસ્તારમાં રવિવારની સાંજે સાત કલાક આસપાસ અફવા ફેલાતા તણાવ થઈ ગયો હતો. સ્થિતિ એવી થઈ કે દિલ્હી મેટ્રો (DMRC)એ તિલકનગર સહિત સાત મેટ્રો સ્ટેશન બંધ કરવા પડ્યાં હતા. પરંતુ એક કલાક બાદ તમામ સ્ટેશન ખોલી દેવામાં આવ્યા હતા. તો દિલ્હી પોલીસે ટ્વીટ કરીને લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી ચે. દિલ્હી પોલીસે કહ્યું કે, સ્થિતિ સામાન્ય છે. કોઈ હિંસાના સમાચાર નથી. સોશિયલ મીડિયા પર જે લોકો અફવા ફેલાવી રહ્યાં છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.
સૌથી પહેલા 7.53 કલાક પર જ્યારે દિલ્હી મેટ્રોએ તિલક નગર મેટ્રો સ્ટેશન બંધ કરવાની જાણકારી આપી તો તે સ્પષ્ટ નહતું કે શા કારણે આમ કરવામાં આવ્યું છે? DMRCએ બસ એટલી જાણકારી આપી કે સુરક્ષાને કારણે તિલક નગરની એન્ટ્રી અને એક્ઝિટ ગેટને બંધ કરવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube