Brij Bhushan Saran Singh: દિલ્હી પોલીસની ટીમ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના ગોંડા સ્થિત ઘરે પહોંચી છે. પોલીસે તેમના ત્યાં કામ કરતા 15 લોકોના નિવેદન લીધા છે. ડ્રાઈવર, નોકર અને ત્યાં કામ કરનારા લગભગ 15 લોકોના નિવેદન લેવાયા છે. નિવેદન લીધા બાદ સોમવારે મોડી રાતે 11.30 વાગે પોલીસ ટીમ ગોંડાથી દિલ્હી માટે રવાના થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પહેલવાન સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ રેલવેની નોકરી ફરીથી જોઈન કરી છે. તેમણે કહ્યું કે નોકરીની સાથે સાથે તેમનું આંદોલન પણ ચાલુ રહેશે. તેમણે આંદોલનને પાછું ખેંચવાના રિપોર્ટ્સ ફગાવ્યા. પહેલવાનોએ કહ્યું કે તેઓ પોતાની જવાબદારી પૂરી કરવા માટે નોકરી પર પાછા ફર્યા છે. પરંતુ ન્યાય માટેની તેમની લડત ચાલુ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube