નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે (Delhi Police) આંદોલનકારી કિસાનોને (Farmers Protest) જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. શનિવારે કિસાનોની સાથે બેઠક કરતા પોલીસ અધિકારીઓએ કહ્યું કે, સંસદની પાસે પ્રોટેસ્ટ કરવાની પોતાની માંગ પર બીજીવાર વિચાર કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી નહીં
કિસાન નેતાઓ સાથે બેઠક કરતા દિલ્હી પોલીસ  (Delhi Police) ના અધિકારીઓએ તેમને કોરોના મહામારીને લઈને જારી DDMA ગાઇડલાઇનનો હવાલો આપ્યો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, શહેરમાં પોલિટિકલ મેળાવડાની મંજૂરી નથી. તેથી જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી ન આપી શકાય. 


આ પણ વાંચોઃ PM મોદીએ કહ્યુ- સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે તૈયાર


કિસાનોએ માંગી હતી પોલીસની મંજૂરી
બેઠકમાં કિસાન નેતાઓએ દાવો કર્યો કે 22 જુલાઈથી શરૂ થનાર પ્રદર્શન શાંતિપૂર્ણ હશે અને તેમાં માત્ર 200 લોકો સામેલ થશે. પોલીસ અધિકારીઓએ આ વર્ષે 26 જાન્યુઆરી પર વિભિન્ન વિસ્તારમાં થયેલી હિંસાનો હવાલો આપતા પ્રદર્શનની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તમે ભલે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ઈચ્છો છો પરંતુ અસામાજિક તત્વો પ્રદર્શનમાં ઘુસી બબાલ કરે છે. 


26 જાન્યુઆરીએ દિલ્હીમાં થઈ હતી હિંસા
મહત્વનું છે કે 26 જાન્યુઆરી પર આંદોલનકારી કિસાનોએ દિલ્હી પોલીસ પાસે ટ્રેક્ટર પરેડની મંજૂરી માંગી હતી. આ પરેડ માટે રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આંદોલનકારી કિસાનો પોલીસની સાથે થયેલી સહમતિ તોડી બીજા રૂટ પર નિકળી પડ્યા હતા અને અનેક જગ્યાએ હિંસા કરી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube