દિલ્હીઃ દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, શરજિલને દિલ્હી લઈ આવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ લેવામાં આવી રહ્યાં છે. દિલ્હીમાં સીએએ વિરુદ્ધ શાહીન બાદમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનના મુખ્ય આયોજકોમાંથી એક શરજિલ ઇમામનો એક વીડિઓ સામે આવ્યો હતો, જેમાં તે આસામને દેશની અલગ કરવાની વાત કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસના ડીસીપી (ક્રાઇમ) રાજેશ દેવે શરિજલ ઇમામની ધરપકડની સંપૂર્ણ ઘટના જણાવી કે કઈ રીતે બિહાર પોલીસના સહયોગથી 26 જાન્યુઆરીથી તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે બિહાર પોલીસના સહયોગથી દિલ્હી પોલીસે જહાનાબાદના કાકો સ્થિત શરજિલના ગામથી તેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, શરજિલ હાલ જેએનયૂનો વિદ્યાર્થી છે. તેમણે તેનો ભડકાઉ ભાષણનો એક વીડિયો પણ જારી કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...