નવી દિલ્હીઃ દિલ્હી પોલીસને આતંક વિરુદ્ધ અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી બે પાકિસ્તાની સહિત કુલ 6 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓના ISI અને અન્ડરવર્લ્ડ મોડ્યૂલ સાથે જોડાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકીઓએ પાકિસ્તાનથી લીધી છે ટ્રેનિંગ
જાણકારી પ્રમાણે પાકિસ્તાન પ્રાયોજિત ટેરર મોડ્યૂલના બે આતંકીઓની ટ્રેનિંગ પાડોશી દેશમાં થઈ છે. આ આતંકીઓની પાસે મોટી માત્રામાં ગોળા-બારૂદ અને હથિયાર જપ્ત થયા છે. પાકિસ્તાનના આતંકીઓના નામ ઓસામા અને જિશાન જાણવા મળી રહ્યાં છે. શરૂઆતી જાણકારી સામે આવી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું. 


દિલ્હી પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા આતંકી દેશમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ આતંકી વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા અને સાથે ટાર્ગેટ કિલિંગ દ્વારા મોટા લોકોને નિશાન બનાવી શકતા હતા. પોલીસે જણાવ્યું કે આતંકીઓની પાસેથી આઈઈડી અને આરડીએક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમાંથી બે આતંકીઓના સંપર્ક અન્ડરવર્લ્ડ સાથે હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube