Delhi Politics News: દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. આજે 11 વાગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ છે. બેઠક ટાણે જ આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં 52  જેટલા ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે હાલ સંપર્ક થઈ શકતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક વિધાયકો નથી પહોંચ્યા બેઠકમાં
છેલ્લે મળેલી માહિતી મુજબ બેઠકમાં 52 ધારાસભ્યો પહોંચ્યા છે. પાર્ટીના 8 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નથી. જેમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા હિમાચલ ગયા છે. સત્યેન્દ્ર જૈન જેલમાં છે. સ્પીકર રામ નિવાસ ગોયલ ફોરેન વિઝિટ પર છે. વિનય કુમાર અને શિવચરણ ગોયલ રાજસ્થાનમાં છે. ગુલાબ સિંહ અને મુકેશ અહલાવત ગુજરાતમાં છે. જ્યારે દિનેશ મોહનિયા દિલ્હીથી બહાર ગયા છે. 


આપ ધારાસભ્યએ શું કહ્યું તે જાણો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને 20 કરોડની ઓફર અપાઈ રહી છે. વિધાયકો સાથે સંપર્ક ન થવા મામલે તેમણે કહ્યું કે અમને પૂરો ભરોસો છે કે તમામ ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં સામેલ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube