નવી દિલ્હીઃ દિલ્હીમાં ભયાનક પ્રદૂષણ અને ચાર નવેમ્બરના રોજ વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા વચ્ચે મહત્વની ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, "પ્રદૂષણથી લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ઘરના અંદર પણ પ્રદૂષણ છે. શું આ રીતે જીવન જીવી શકાય? સરકાર કોઈ પગલાં નથી લઈ રહી. કેન્દ્ર અને રાજ્ય એક-બીજા પર દોષારોપણ કરી રહ્યા છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદૂષણ પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, દર વર્ષે આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે અને છેલ્લા 10-15 દિવસથી આ ચાલી રહ્યું છે. સભ્ય દેશોમાં આવું કરી શકાય નહીં. જીવનનો અધિકાર સૌથી મહત્વનો છે. આ આપણાં જીવવાની પદ્ધતિ નથી. કંઈક વધારે પડતું થઈ ગયું છે. આ શહેરમાં એક પણ રૂમ રહેવા માટે સલામત નથી. તેના કારણે આપણે જીવનના અત્યંત કિંમતી વર્ષો ગુમાવી રહ્યા છીએ. 


દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી' યથાવત, AQI 708 પર પહોંચ્યો, આજથી 'ઓડ ઈવન' લાગુ


જાહેરાત પાછળ ખર્ચ અંગે જાવડેકરને જવાબ આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કહ્યું કે, "કેન્દ્ર સરકાર ખોટું બોલી રહી છે. અમે 1-2 કરોડનો ખર્ચ કર્યો છે. અમે ડેંગ્યુને હરાવ્યો છે. દિલ્હી એકમાત્ર શહેર છે, જેણે કેમ્પેઈન દ્વારા ડેગ્યુનો નાશ કર્યો છે. તેના માટે જાવડેકરજીએ દિલ્હીવાળાની પ્રશંસા કરવી જોઈએ. પરાળીના મુદ્દે કેન્દ્ર સરકાર પડોશી રાજ્યો સાથે ચર્ચા કેમ નથી કરતી." 


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરકે જણાવ્યું કે, પર્યાવરણ સંરક્ષણ ભારતીય જીવનશૈલીનો હિસ્સો રહ્યો છે, પરંતુ આપણે તેને વ્યવહારિક જીવનમાં મુકી શક્યા નથી. આ એક મહત્વનો મુદ્દો છે. બહારથી કોઈ દંડો ઉગામે તેનાથી કોઈ પરિવર્તન નહીં આવે. પરિવર્તન અંદરથી આવશે તો જ પરિણામ મળશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....