નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળા 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકારના શિક્ષા પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, સાવધાનીના ભાગ રૂપે ધોરણ-1થી ધોરમ-5 સુધી તમામ પ્રાથમિક શાળા બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય સરકારી પ્રાથમિક શાળા સહિત ખાનગી અને નિગમ શાળામાં જ્યાં પરીક્ષાઓ ચાલી રહી છે તેને પણ સાવધાની રાખવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેલ્જિયમનો પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. 14-15 માર્ચે પીએમ મોદી ભારત-યૂરોપિયન યૂનિયન બેઠકમાં ભાગ લેવા માટે જવાના હતા પરંતુ આ કાર્યક્રમને ટાળ્યા બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28,529 લોકો દેખરેખમાં
આ વચ્ચે દેશમાં કોરોના વાયરસના વધતા મામલા પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સંસદને બીમારી પર નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવતા પગલાંની જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ ગુરૂવારે કહ્યું કે, અમે વાયરસથી લડવા માટે તૈયાર છીએ.


સ્વાસ્થ્ય મંત્રીએ સંસદને જણાવ્યું, '4 માર્ચ સુધી કુલ 28529 લોકો પર નજર (કોમ્યુનિટી સર્વિલાન્સ) રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન વ્યક્તિગત રૂપે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.'


નિર્ભયાના દોષીતોને અલગ અલગ ફાંસી આપવાની અરજી પર 23 માર્ચે સુનાવણી, શું ફરી ટળશે ફાંસી?


ઈરાનમાં ફસાયેલા ભારતીયો વિશે તેમણે કહ્યું, 'સરકાર ત્યાં ફસાયેલા ભારતીયોના સ્વાસ્થ્ય માટે ઈરાની અધિકારીઓની સાથે મળીને કામ કરી રહી છે અને જરૂરીયાત પ્રમાણે ત્યાંથી લોકોને કાઢવા માટે સંપર્કમાં છીએ.' મંત્રીએ કહ્યું કે, દેશના 12 મુખ્ય સમુદ્રી પોર્ટ અને 65નાના પોર્ટ પર યાત્રીકોનું સ્ક્રીનિંગ પણ શરૂ થઈ ગયું છે. 


તેમણે કહ્યું કે, આ બીમારીથી બચવા માટે તમામ સરકારી વિભાગો મળીને કામ કરવાની જરૂરીયાત છે, ન માત્ર સ્વાસ્થ્ય મંત્રાલયે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર એરપોર્ટ પર પાંચ લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, કોમ્યુનિટી સર્વિલાન્સ જારી છે અને બીમારીને રોકવા માટે સામૂહિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...