PM Modi Bangladesh Visit LIVE: બાંગ્લાદેશના રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચ્યા પીએમ મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ
કોરોના (Corona) મહામારીની શરૂઆત થયા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પોતાના બે દિવસના બાંગ્લાદેશ (Bangladesh) ના પ્રવાસ માટે દિલ્હીથી રવાના થયા અને સવા દસ વાગ્યાની આસપાસ ઢાકા એરપોર્ટ પહોંચ્યા. કોરોના (Corona) મહામારીની શરૂઆત થયા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પીએમ મોદી (PM Modi) નો બાંગ્લાદેશ પ્રવાસ માત્ર કોરોનાકાળમાં તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે એટલું જ નહીં પરંતુ ભારતના વીવીઆઈપી વિમાન એર ઈન્ડિયા-1ની પણ વિદેશી ધરતી માટે પહેલી મુસાફરી છે. બાંગ્લાદેશ પોતાની આઝાદીના પચાસ વર્ષ પૂરા થયાનો જશ્ન મનાવી રહ્યું છે. જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે.બાંગ્લાદેશની રચનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે આ ખાસ અવસરે ભારતના પ્રધાનમંત્રી સામેલ થઈ રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને સજાવવામાં આવ્યું છે. ઢાકામાં હાલ તહેવાર જેવો માહોલ છે. પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube