નવી દિલ્હીઃ Delhi-Pune SpiceJet Flight: દિલ્હી-પુણે સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી હોવાના ફોન કોલ બાદ એરપોર્ટ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આજે સાંજે 6.30 કલાકે દિલ્હીના IGI એરપોર્ટ પરથી ટેકઓફ કરવાનું હતું. બોમ્બની ધમકી અંગેનો કોલ મળતાં, એરલાઇન અધિકારીઓએ બોર્ડિંગ બંધ કરી દીધું અને બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસે જણાવ્યું કે ટેકઓફ પહેલા દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ સુરક્ષા કવાયત કરવામાં આવશે. અર્ધલશ્કરી દળ CISF અને દિલ્હી પોલીસ પણ સ્ટેન્ડબાય પર છે.


આ પણ વાંચોઃ ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ: આ ખેતીએ માલામાલ કરી દીધા, 150 કરોડનું છે ટર્નઓવર


આવો કિસ્સો સોમવારે પણ સામે આવ્યો હતો
આ પહેલા સોમવારે 9 જાન્યુઆરીએ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી 'અઝુર એર'ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જો કે સર્ચ બાદ પ્લેનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, ત્યારબાદ પ્લેન મંગળવારે બપોરે ગુજરાતથી નીકળીને ગોવા પહોંચ્યું હતું.


કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ એનએસજી અને સ્થાનિક પોલીસની ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.


આ પણ વાંચોઃ બાબા નીબ કરોલીના ચમત્કારના ચાહક છે વિરાટ કોહલીથી લઈને ઝુકરબર્ક સુધી સૌ કોઈ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube