Delhi Corona Cases: રાજધાની દિલ્હીમાં કોવિડના કેસ વધી રહ્યા છે, દિલ્હીમાં હવે કોવિડ સંક્રમણના કેસ એક હજારને પાર કરી ગયા છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં મંગળવારે 1118 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ બે દર્દીઓના મોત થયા છે અને 500 દર્દીઓ સાજા થયા છે. અત્યારે દિલ્હીમાં કુલ 3177 એક્ટિવ કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ગત 24 કલાકમાં 17210 દર્દીઓના ટેસ્ટિંગ થયા અને 6.50 પોઝિટિવિટી રેટ સાથે 1118 કોવિડ સંક્રમણના કેસ સામે આવ્યા છે. મંગળવારે આવેલા કોવિડના કેસ સોમવારના મુકાબલે બમણા હતા. કારણ કે દિલ્હીમાં સોમવારે કોવિડ 19 ના કેસ 614 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે મંગળવારે કોવિડના 1118 કેસ જોવા મળ્યા હતા. 


જોકે સંક્રમણ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજધાનીમાં સંક્રમણ દર 7.06 ટકા હતો અને હવે મંગળવારે આવેલા રિપોર્ટ અનુસાર 6.50 છે. સોમવારે કોવિડનો સંક્રમણ દર ચાર મે બાદથી સૌથી વધુ રહ્યો. કારણ કે ચાર મેના રોજ 7.6 ટકાથી વધુ હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube