નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona Virus) ના 1558 નવા કેસ સામે આવ્યા છે. આ વર્ષે દિલ્હીમાં એક દિવસમાં સામે આવનાર કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શુક્રવારે 1534 અને ગુરૂવારે 1515 કેસ સામે આવ્યા છે. એટલે કે દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 974 લોકો સાજા થયા અને 10 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં અત્યાર સુધી 10 હજાર 97 લોકોના મૃત્યુ
તો બુધવારે દિલ્હીમાં 1254 અને મંગળવારે 1101 કેસ સામે આવ્યા હતા. નવા કેસની સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 6 લાખ 55 હજાર 834 થઈ ગયા છે. સારવાર બાદ અત્યાર સુધી 6 લાખ 38 હજાર 212 દર્દીઓ સાજા થયા છે. તો દિલ્હી અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 997 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 6625 થઈ ગઈ છે. 


Corona: સતત વધતા કેસ વચ્ચે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં આવી શકે છે  Covovax વેક્સિન


સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ
ભારત (India) માં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 4,52,647 નોંધાઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 3.8% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં 31,581 દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ (Punjab) માં દેશના કુલ સક્રિય કેસોમાંથી 73% દર્દીઓ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube