લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો
હુમલો કરનારે અધીરના સ્ટાફની સાથે મારપીટ કરી છે.
નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary)ના ઘર પર આજે સાંજે 5.30 કલાકની આસપાસ હુમલો થયો છે. હુમલો કરનારે અધીર રંજનના સ્ટાફની સાથે મારપીટ કરી છે. અધીર રંજનની ઓફિસમાંથી કેટલિક ફાઇલો પણ લઈને ભાગી ગયા છે. હુમલાના સમયે અધીર રંજના ઘરમાં તેમની પુત્રી હાજર હતી. અધીરનું કહેવું છે કે આમ પ્રથમવાર થયું છે. હું તો તે સમયે નહતો, હું સંસદમાં હતો. ફોન આવ્યા બાદ હું અહીં આવ્યો છું. પોલીસ આવી છે, તપાસ કરી રહી છે, જુઓ શું કહે છે આ લોકો. અધીરનું કહેવું છે કે, અહીં કોઈ સીસીટીવી કેમેરા નથી, જો હોત તો કંઇ ખ્યાલ આવી શકે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..