delhi riots: હિંસામાં સળગી દિલ્હી, જીવ બચાવવા 1500 જવાનોએ કર્યું રક્તદાન
સીઆરપીએફના જવાનોએ જીટીબી હોસ્પિટલ પહોંચીને રક્તદાન કર્યું છે જેથી હોસ્પિટલમાં લોહી ઘટે નહીં. અહીં દિલ્હી હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના રસ્તા પર જ્યારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધી અને સમર્થક આમને-સામને આવ્યા તો હિંસામાં ઘણા ઘરોના દીવા ઓલવાઈ ગયા છે. કોઈએ પોતાનાને ગુમાવ્યા, તો કોઈ પોતાનાને હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ રહ્યાં છે. દિલ્હીના રસ્તા પર હેડ કોન્સ્ટેબલ રતન લાલનો અસામાજિક તત્વોએ જીવ લીધો તો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત ડીસીપી અમિત શર્માની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પેરા મિલિટરી ફોર્સ ઉત્તર-પૂર્વી દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષા તો આપી રહી છે તો સીઆરપીએફ જવાનોએ પોતાના ઈજાગ્રસ્ત સાથિઓ અને દિલ્હીવાસીઓની મદદ માટે બ્લડ ડોનેટ કર્યું છે.
30થી વધુ સીઆરપીએફ જવાનોએ જીબીટી હોસ્પિટલમાં રક્તદાન કર્યું છે જેથી ઈજાગ્રસ્તનોની સારવારમાં લોહીની કમી ન થાય. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે પેરામિલિટરીના 50 જવાનોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા, જેમાંથી 34એ રક્તદાન કર્યું છે. બાકીનાને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, 'જીટીબી હોસ્પિટલની બ્લડ બેન્કમાં જરૂરી બ્લડ રહે, તે માટે ડોનેટ કરવામાં આવ્યું, જ્યાં મંગળવારથી દિલ્હી હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે.' મહત્વનું છે કે હિંસામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ગુરૂવારે વધીને 36 થઈ ગઈ છે અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. હિંસામાં અત્યાર સુધી 18 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મામલા પર એસઆઈટીની રચના કરવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube