દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર, શૂટઆઉટમાં મોસ્ટ વોન્ટેડ આરોપી સહિત 3 ના મોત
દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો છે. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીને મોરી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મોરી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
દિલ્હી કોર્ટમાં બનેલા આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આ ત્રણ મૃતકોમાંથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી જિતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જો કે, આ બંને હુમલાખોર જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.
દિલ્હી પોલીસના જણાવયા અનુસાર, બેંને હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોર્ટ રૂમમાં જ ગેંગસ્ટર જિતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમે જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube