કોરોનાઃ દિલ્હીના સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ, કેજરીવાલ સરકારે જાહેર કરી મહામારી
દિલ્હી સરકારે કોરોના વાયરસના ખતરાને જોતા મોટો નિર્ણય લીધો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે 31 માર્ચ સુધી તમામ સિનેમાઘરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. સાથે દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના ખતરાને જોતા દિલ્હીના સિનેમાઘરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય જે શાળાઓ અને કોલેજોમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે, તેને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાને કારણે દિલ્હી સરકારે આ પગલા ભર્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 73 મામલા સામે આવી ચુક્યા છે. ગુરૂવારે ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્રથી નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે ઈન્ડિનય પ્રીમિયર લીગ પર પણ સંકટના વાદળો છવાયા છે. આ વચ્ચે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશવાસીઓએ કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. સરકાર તેને લઈને સતર્ક છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube