નવી દિલ્હી: દિલ્હીમાં સીલિંગ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલ અનિલ બેજલને ખખડાવ્યા હતા. ગુરૂવારે (11 ઓક્ટોબર) મામલાની સુનાવણી કરાતા કોર્ટે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 15  વર્ષ થઇ ગયા મોનિટરિંગ કમિટી બનાવ્યાને પરંતુ આજ સુધી દિલ્હીમાં રહેણાંક વિસ્તારોમાં ફેક્ટરીઓ ચાલી રહી છે. ઉપરાજ્યપાલ અનિલ બેજલને ખખડાવતા કોર્ટે કહ્યું કે ખાતરી આપો કે જેટલા પણ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરીઓ ચાલી રહી છે તેને 15 દિવસની અંદર સીલ મારી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જાન્યૂઆરીએ થઇ હતી સુનાવણી
31 જાન્યૂઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટે ડીડીએ અને અન્ય પાર્ટીઓથી દિલ્હીના માસ્ટર પ્લાન લાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો એક વાર આ માની લેવામાં આવે કે મોનિટરિંગ કમિટીનો ભંગ કરી દઇએ તો નિગમ એવા મામલામાં કાર્યવાહી કરી શકતું નથી?


કોર્ટે દિલ્હી સરકારને પણ ખખડાવી
ઉલ્લેખનીય છે કે આ મામલમાં સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં દિલ્હી સરકારને ખખડાવી હતી. કોર્ટે દિલ્હી સીલિગ પર કડક વલણ ધરાવતા કહ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં ગેરકાયદેસર નિર્માણ થઇ રહ્યું છે. કોર્ટે દિલ્હી સરકાર અને નગર નિગમને કહ્યું હતું કે તમે લોકો દિલ્હીમાં વિનાશ થવાની રાહ જોઇ રહ્યાં છો.


સાઉથ દિલ્હીમાં 163 પ્રોપર્ટી થઇ સીલ- કોંગ્રેસ
દિલ્હીમાં સીલિંગના મામલો હવે રાજકીય વલણ ધરાવી રહ્યું છે. દિલ્હી સરકાર પર કોંગ્રેસ સતત સીલિંગના મુદ્દા પર આરોપ લગાવી રહ્યું છે. ગત દિવસોમાં કોંગ્રેસે સીલિંગ મુદ્દા પર મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે એમસીડી દ્વારા સાથઉ દિલ્હીમાં લગભગ 163 પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે.