નવી દિલ્હી #રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા સીલિંગ અભિયાન સાથે સંકળાયેલ સુનાવણી દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ જોવા મળી. દિલ્હીના ખાન માર્કેટમાં વેપારી દુકાનોની સીલિંગ અને તોડફોડ કાર્યવાહી અંગેની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ મદન બી લોકુરે સરકારી વકીલને પુછ્યું કે શું અમીર અને ગરીબો માટે અલગ અલગ કાયદો છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ લોકુરના આ સવાલ પર એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, કાયદો બધા માટે સમાન છે. ત્યાર બાદ જસ્ટિસ લોકુરે કહ્યું હતું કે, કાયદો સમાન છે. એની વ્યાખ્યા અલગ છે. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં જાહેર સ્થળોએ અનધિકૃત નિર્માણ અને દબાણ એક મોટી ગંભીર સમસ્યા છે. આ કહેતાં મુખ્ય અદાલતે એસટીએફને સત્વરે આ બધા સામે કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી. એસટીએફએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અંદાજે 7 હજાર અરજીઓ મળી છે જેમાં 3 હજાર અરજીઓની કાર્યવાહી કરવામાં આવી છે. 


(વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ)