Delhi coronavirus news: જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં રડવા લાગ્યા સીનિયર વકીલ, જજે કહ્યું- આપણે બધા લાચાર છીએ
દિલ્હીમાં કોરોના વાયરસને કારણે પરેશાન વકીલોની મદદ માટે સીનિયર વકીલ રમેશ ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટને અપીલ કરી કે વકીલોની સુવિધા માટે કેટલીક પાયાની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
નવી દિલ્હીઃ દિલ્બી બાર કાઉન્સિલના નેતા રમેશ ગુપ્તા શુક્રવારે દિલ્હી હાઈકોર્ટની સામે રજૂ થયા. તેમણે કોરોનાને કારણે વકીલોની ખરાબ સ્થિતિ પર કેટલીક માંગો રાખી. તેના પર જજે કહ્યુ કે, આપણે બધા નિઃસહાય છીએ, સાથે દિલ્હી સરકારને પૂછ્યુ કે આ મામલામાં શું વ્યવસ્થા થઈ શકે છે.
શુક્રવારે વકીલો તરફથી અરજી દાખલ કરી રમેશ ગુપ્તાએ કહ્યુ, 'દરરોજ 20 વકીલોના મોતના સમાચાર સાંભળવા મળે છે. કોર્ટની સામે રમેશ ગુપ્તા ભાવુક થઈ રડતા બોલ્યા, સર આપણે સંપૂર્ણ રીતે નિઃસહાય છીએ. ન કોઈને હોસ્પિટલ અપાવી શકીએ ન ઓક્સિજન સિલિન્ડર. લોકો તડપીને મરી રહ્યા છે. અમે ન કેન્દ્રને જવાબદાર ઠેરવવા ઈચ્છીએ છીએ અને ન દિલ્હી સરકારને. અમે બસ મદદ કરવા ઈચ્છીએ છીએ અમારા સાથીઓની. અમારા ગેસ્ટ હાઉસને અટેચ કરી દેવામાં આવે.'
જજ બોલ્યા- ક્યાંથી લાવીશું ઇન્ફ્રાસ્ટ્રકચર
આ સાથે તેમણે માંગ રાખી, અદાલત પરિસરોમાં વેક્સિનેશન કેન્દ્ર બનાવી દેવામાં આવે. રામલીલા મેદાનમાં જે કેન્દ્ર બન્યું છે, ત્યાં વ્યવસ્થા કરવામાં આવે. તેના પર જસ્ટિસ સાંધીએ કહ્યુ, તમે જે ચિંતા જણાવી રહ્યા છો, તે આજે બધાની સાથે છે. અટેચમેન્ટનો આદેશ પણ આપી દેવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી લાવીશું.
આ પણ વાંચોઃ ICMR Warning: કોરોનાના દર્દી ભૂલથી પણ ન લેતા આ દવા, આડેધડ દવાઓ ઠપકારશો તો બકરું કાઢતા પેશી જશે ઊંટ
મિસ્ટર ગુપ્તા અમે નિઃસહાય છીએ
જસ્ટિસ સાંધીએ આગળ કહ્યુ, તમે જેટલી પણ સુવિધાઓ માંગી રહ્યા છે, તે આઈસીયૂ બેડ સાથે જોડાયેલી છે. ક્યાં છે આઈસીયૂ બેડ. સમસ્યા તે છે કે અમે જે આદેશ પારિત કરી રહ્યા છીએ, તેના પર અમલ થાય. કાર્યપાલિકાએ તેના પર કામ કરવાનું છે જે જમીની હકીકત દેખાઈ રહી છે. જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યુ- મિસ્ટર ગુપ્તા આપણે બધા નિઃસહાય છીએ.
દિલ્હી સરકારને પૂછ્યુ- શું થઈ શકે છે
આખરે વકીલોની પાયાની વ્યવસ્થાની માંગ પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તે જણાવે શું થઈ શકે છે. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યુ કે તે જણાવે શું વકીલો માટે સિલિન્ડર, નર્સની વ્યવસ્થા થઈ શકે છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube