નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો. દિલ્હીમાં તાપમાને આજે તમામ રેકોર્ડ તોડ્યાં. જો કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ કોલ્ડવેવ (Cold Wave) ની ચપેટમાં છે. દિલ્હીમાં આજે સવારે ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી નોધાયું. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 118 વર્ષમાં આ બીજો એવો ડિસેમ્બર છે કે જ્યારે દિલ્હીમાં આટલી ભયંકર ઠંડી પડી રહી છે. આટલી ઠંડી અગાઉ 1997માં પડી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....