નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી ‘એક દેશ, એક ચૂંટણી’વાળી બેઠકમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થશે નહીં. કોંગ્રેસનું કહેવું છે કે, અમે તેમના સેટ કરેલા એજન્ડા પર કેમ આગળ જઇએ. કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણી સુધારા અંગે અમાર ઘણા સૂચનો છે, જેવા કે, EVM અને બેલેટ પેપરનો મામલો. તે પહેલા સંસદમાં ‘એક દેશ, એક ચૂંટણી’ના મુદ્દા પર આજે યૂપીએ નેતાઓની પણ બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક સવારે 10:30 વાગે સંસદ ભવનમાં યોજાવાની હતી, પરંતુ આ બેઠકને રદ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ સુપ્રીમ કોર્ટે પંચને આપી નોટિસ, હવે 25મી જૂને યોજાશે સુનાવણી


કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે, ‘જેટલું મને ખબર છે અમારી પાર્ટી આ બેઠકમાં સામેલ નહીં થાય.’


ઓમ બિરલાની લોકસભા સ્પીકર તરીકે પસંદગી, પીએમ મોદી સહિત નેતાઓએ આપ્યો હતો પ્રસ્તાવ


વિપક્ષના વલણ પર આજે થશે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને સહયોગી દળ બુધવાર સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે. જેમાં આ નિર્ણય કરવામાં આવશે કે વડાપ્રધાનની તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં તેમનું શું વલણ રહશે. આમ તો, કોંગ્રેસ તેમજ કેટલાક વિપક્ષી દળ એક સાથે ચૂંટણીના વિચારનો ભૂતકાળમાં વિરોધ કરતા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રદાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર ચર્ચા કરવા માટે બુધવારે સર્વદળીય બેઠક બોલાવી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...