Delhi Building Collapse: નિર્માણધીન ઈમારત ધરાશાયી થતા 3ના મોત, અનેક મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે.
નવી દિલ્હી: દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના આઝાદ માર્કેટમાં એક જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલુ હતું. જે આજે તૂટી પડી. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે શું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરતા પહેલા એનઓસી લેવાઈ હતી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube