નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશે આંબી રહ્યા છે ત્યારે તેના નવા વિકલ્પોની શોધ ચાલુ છે. હવે ભારતના રસ્તાઓ પર તમને બહુ જલદી હાઈડ્રોજન કાર દોડતી જોવા મળશે. જેની કાગડોળે વાટ જોવાઈ રહી હતી તે હાઈડ્રોજન કારમાં આજે સવાર થઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સંસદ પહોંચ્યા. સ્વચ્છ ઈંધણ પર ચાલતી આ એડવાન્સ્ડ કાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મનિર્ભર ભારતનું સપનું થશે સાકાર-ગડકરી
નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ તથા ગેસના ભાવ સતત વધી રહ્યા છે. આપણે તેને આયાત કરીએ છીએ અને પેટ્રોલ-ડીઝલથી ખુબ પ્રદૂષણ પણ થાય છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂરું કરવા માટે આપણે ઓઈલમાં પણ આત્મનિર્ભર થવું પડશે. આ ગાડી જલદી ભારતમાં આવશે. દેશમાં એક મોટી ક્રાંતિ થશે. આયાત ઓછી થશે અને આપણું આત્મનિર્ભર ભારતનું સપનું ચોક્કસપણે સાકાર થશે. 


Sopore Petrol Bomb: J&K ના સોપોરમાં બુરખો પહેરીને આવેલી મહિલાએ CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો


ભારતનું ફ્યૂચર-નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ કાર સંપૂર્ણ રીતે પર્યાવરણ અનુકૂળ છે અને તેનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. તેમણે કહ્યું કે આ કાર ભારતનું ફ્યૂચર છે. પેટ્રોલ અને ડીઝલ એન્જિનવાળી કારોથી ખુબ પ્રદૂષણ ફેલાય છે. પરંતુ હાઈડ્રો સેલ કારથી બિલકુલ પણ પ્રદૂષણ ફેલાતું નથી. અત્રે જણાવવાનું કે જ્યારે પાણીમાંથી વીજળી પસાર થાય છે ત્યારે હાઈડ્રોજન પેદા થાય છે. આ હાઈડ્રોજનનો ઉપયોગ અનેક વસ્તુઓને પાવર આપવામાં થાય છે. જો હાઈડ્રોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતી વીજળી કોઈ રિન્યૂએબલ સોર્સથી આવે છે એટલે કે એવા સોર્સથી આવે છે જેમાં વીજળી બનાવવામાં પ્રદૂષણ થતું નથી. તો આ પ્રકારે બનેલા હાઈડ્રોજનને ગ્રીન હાઈડ્રોજન કહે છે. 


આ શું થઈ રહ્યું છે? મુસ્લિમ ભાડૂઆતે ઘરમાં રાખ્યો PM મોદીનો ફોટો તો મકાન માલિકને આવી ગયો ગુસ્સો


ટોયોટા કિર્લોસ્કર મોટર્સે ભારતીય બજારમાં હાલમાં જ પોતાની હાઈડ્રોજન કાર Toyota Mirai લોન્ચ  કરી. હાઈડ્રોજન ફ્યૂલ સેલ પર ચાલનારી દેશની આ પહેલી કારને ગડકરીએ જ લોન્ચ કરી હતી. રસપ્રદ વાત એ છે કે કારના નામના અર્થમાં જ ફ્યૂચર છૂપાયેલો છે. એટલે કે જાપાની ભાષાના મિરાઈ શબ્દનો અર્થ થાય છે ભવિષ્ય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube