નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારના 3 મંત્રીઓ શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે  તેમના નિવાસસ્થાને પહોંચ્યા. સોનિયા ગાંધીને મળનારા મંત્રીઓમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂનરામ મેઘવાલા અને કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સામેલ હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું માનવામાં આવી રહ્યું છે કે 17 જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પણ તેમણે ચર્ચા કરી. 17મી લોકસભાનું પહેલું સત્ર 26 જુલાઈના રોજ સમાપ્ત થશે અને બજેટ પાંચમી જુલાઈ રજુ થશે. સૂત્રોએ જણાવ્યું કે જોશીનું સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર જવું એ વિપક્ષ સાથે તાલમેળ બેસાડવાની સરકારની કવાયતનો ભાગ છે. આ બેઠક લગભગ 15 મિનિટ ચાલી.


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...