Delhi Violence: અત્યાર સુધી 20ના મોત, હાઈકોર્ટના જજે મધરાતે ઘરેથી આપ્યો મહત્વનો આદેશ
ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે.
નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે.
Delhi Violence: હિંસા ભડકાવવા પાછળ ISIનો હાથ, તબાહીનું નાપાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન!
આ ઉપરાંત પૂર્વ દિલ્હીમાં હિંસા મામલે અડધી રાતે 12.30 વાગે દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધર અને અનૂપ ભમભાનીના ઘરે મહત્વની સુનાવણી હાથ ધરાઈ. જેમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો કે તે મુસ્તફાબાદના એક નર્સિંગ હોમમાં ભરતી થયેલા ઘાયલોને પૂરતી સારવાર મળી રહે તે માટે સરકારી જીટીબી હોસ્પિટલ પહોંચવા માટે સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ કરાવે.
PHOTOS: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, બુરખાની આડમાં આ કઈ મહિલાઓ કરી રહી છે પથ્થરમારો
કોર્ટે પોલીસને સ્ટેટ રિપોર્ટ બપોરે સવા બે વાગ્યા સુધીમાં કોર્ટમાં દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ દિલ્હી જિલ્લાની તમામ પ્રાઈવેટ અને સરકારી શાળાઓ આજે બંધ રહેશે. અત્રે જણાવવાનું કે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બુધવારે ઉત્તર પૂર્વ દિલ્હીની તમામ શાળાઓ બંધ રહેશે. એટલે કે જિલ્લાની કોઈ પણ પ્રાઈવેટ કે સરકારી શાળાઓ ખુલ્લી રહેશે નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube