દિલ્હી હિંસા: અત્યાર સુધી 18 લોકોના મોત, પરિસ્થિતિ થાળે પાડવા મેદાનમાં ઉતર્યા અજીત ડોભાલ
ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે.
નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે.
આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હિંસાવાળા વિસ્તારોની સમીક્ષા માટે ડીસીપી નોર્થ ઈસ્ટની ઓફિસ પહોંચ્યા હતાં. તેમની સાથે મીટિંગમાં સ્પેશિયલ કમિશનર, સતીષ ગોલચા, જોઈન્ટ કમિશનર આલોક કુમાર અને અને ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા હાજર હતાં.
મંગળવારે રાતે સાડા અગિયાર વાગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હિંસા પ્રભાવિત વિસ્તારો સીલમપુર, મૌજપુર, બાબરપુર, ભજનપુરા, વૃજપુરી, વગેરેની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની મુલાકાત દરમિયાન ભજનપુરાના કેટલાક લોકોએ લાઠીઓ લહેરાવી અને જય શ્રીરામના નારા પણ લગાવ્યાં. આ સાથે જ બાઈક પર બેઠેલા કેટલાક તોફાની તત્વોએ નારેબાજી પણ કરી હતી.
આ બાજુ વૃજપુરીમાં તોફાન વિરોધી ટુકડીએ ફ્લેગ માર્ચ કરી. એનએસએના સમગ્ર રૂટ પર પથ્થર પડેલા હતાં અને આ સાથે બળેલી ગાડીઓ પણ જોવા મળી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube