નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) કોર્પોરેટર તાહિર હુસૈન પર હિંસામાં મૃત્યુ પામેલા આઈબી કર્મચારી અંકિત શર્માના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. ડીસીપી ઓફિસમાં તાહિર વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તાહિર હુસૈન વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાહિર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાના આરોપ પણ લાગી રહ્યાં છે. તાહિરની છત પર તોફાનોનો સામના મળ્યો છે. તાહિરની મકાનની છત પર પથ્થર અને પેટ્રોલ બોંબ પણ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં તાહિરનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તે નિર્દોષ છે તેના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. તેણે કહ્યું કે, મેં દિલ્હીમાં હિંસા ભડકાવવાની નહીં પરંતુ રોકવાનો પ્રયત્ન કર્યો છે. AAP કોર્પોરેટર તાહિર હુસૈને સમાચાર એજન્સી એએનઆઈને વાતચીતમાં કહ્યું કે, 'મેં હિંસા રોકવા માટે કામ કર્યું. હું નિર્દોષ છું. તાહિરે કહ્યું કે, 24 ફેબ્રુઆરીએ પોલીસે મારા ઘરમાં સર્ચ કર્યું અને અમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમને એક સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ બપોરે 4 કલાક સુધી પોલીસ ઘરમાં હાજર હતી.'


Delhi Violence: તમામ મૃતકોના પરિવારને મળશે 10-10 લાખ રૂપિયાનું વળતર, કેજરીવાલે કરી જાહેરાત  

હુસૈને કહ્યું કે, આઈબી અધિકારી અંકિત શર્માના મોત વિશે સાંભળીને ખુબ દુખ થયું. તેને ન્યાય મળવો જોઈએ. હું આ ઘટનામાં સામેલ નથી. આ મામલાની તપાસ થવી જોઈએ. 


તમને જણાવી દઈએ કે ભાજપ નેતા કપિલ મિશ્રાએ તાહિર હુસૈન પર ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે તાહિર હિંસા પાછળ છે અને આઈબી અધિકારી સહિત ત્રણ લોકોની હત્યા માટે પણ જવાબદાર છે. તેના ઘરની છત પરથી હિંસાનો સામાન મળ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...