નવી દિલ્હી: દિલ્હીમાં તોફાનોની અફવાઓ ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા પર એક્ટિવ એવા એકાઉન્ટ્સની યાદી તૈયાર કરી છે કે જેના દ્વારા સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અપલોડ થઈ રહ્યાં છે. ઝી ન્યૂઝને મળેલી Exclusive જાણકારી મુજબ દિલ્હીમાં રવિવારે સાંજે જે અફવાઓ ફેલાવવામાં આવી હતી તેની પાછળ દેશમાં તોફાનો અને હિંસા કરાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે અને તેના તાર હૈદરાબાદ સાથે પણ જોડાઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી: હિંસાની અફવાઓના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં ભાગદોડ મચી, એકનું મોત


સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા એક અધિકારીની જણાવ્યાં મુજબ "દિલ્હીમાં માહોલ ખરાબ કરવા માટે હૈદરાબાદના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ રહી છે. તેમણે ફેસબુક અને ટ્વીટર પર કયા કયા મેસેજ કરવા તે તેમને જણાવવામાં આવી રહ્યું છે અને તે માટે કયા હેશટેગ વાપરવા તે પણ તેમને જણાવાય છે."


મહારાષ્ટ્ર: CAA અને NPR મુદ્દે કાકા અને ભત્રીજા આમને સામને! નુકસાન ભોગવશે કોંગ્રેસ


જે હેશટેગથી આ ફેક મેસેજને અપલોડ કરવામાં આવી રહ્યાં છે તે છે  #ShaheenBagh #DelhiPoliceMurders #JusticeforFaizan है. Alternative Hashtags में #AAPsharamkaro #AmitShahResign #AmitShahIstifaDo #DelhiPogrom #DelhiViolence2020 #GoBackAmitShah. જેને સતત ટ્રેન્ડ કરાવવાની કોશિશ થઈ રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...