નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપી ભાજપના નેતા અનુગાર ઠાકુર, કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા વિરુદ્ધ કેસ દાખલ કરે. અહીં તમે જણાવી દઈએ કે અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી છે, પરવેશ વર્મા પશ્ચિમી દિલ્હીથી ભાજપના સાસંદ છે. તો કપિલ મિશ્રા આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવી. કોર્ટે કહ્યું કે, આ વખતે દિલ્હીમાં 1984ના તોફાનો જેવી સ્થિતિ બનવા દેશે નહીં. 


દિલ્હીની સ્થિતિ ખુબ ખરાબઃ હાઈકોર્ટે
દિલ્હી હાઈકોર્ટે બુધવારે સોલિસીટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે, તે પોલીસ કમિશનરને ભાજપના ત્રણ નેતાઓ દ્વારા સીએએ હિંસાના સિલસિલામાં કથિત રીતે નફરત ફેલાવવાના ભાષણ આપવાના સંબંધમાં એફઆઈઆર નોંધવાની સલાહ આપે. 


ન્યાયમૂર્તિ એસ. મુરલીધર અને ન્યાયમૂર્તિ તલવંત સિંહની પીઠ સંશોધિત નાગરિકતા કાયદાને લઈને ઉત્તરપૂર્વી દિલ્હીના વિવિધ ભાગમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં સામેલ લોકો પર એફઆઈઆર નોંધવા અને તેની ધરપકડ કરવાની માગ કરતી એક અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે કહ્યું કે, બહાર ખુબ ખરાબ સ્થિતિ છે. 


Delhi Violence: હિંસાગ્રસ્ત વિસ્તારમાં NSA ડોભાલ, લોકોને કહ્યું- બધાએ સાથે મળીને રહેવાનું છે 


કોર્ટમાં ચલાવવામાં આવ્યો ભાજપના નેતાઓના ભાષણનો વીડિયો
હાઈકોર્ટે સોલિસીટર જનરલ તુષાર મેહતા, પોલીસ કમિશનર (અપરાધ શાખા) રાજેશ દેવને પૂછ્યું કે શું તેણે ભાજપના નેતા કપિલ મિશ્રાના કથિત રીતે નફરત ફેલાવનારા ભાષણની વીડિયો ક્લિપ જોય છે. મેહતાએ કહ્યું કે, તે ટેલીવિઝન નથી જોતા અને તે ક્લિપ તેણે જોઈ નથી. 


દેવે કહ્યું કે, તેમણે ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના વીડિયો જોયા છે પરંતુ મિશ્રાનો વીડિયો જોયો નથી. પોલીસ અધિકારીના નિવેદન પર ન્યાયમૂર્તિ મુરલીધરે ટિપ્પણી કરી, 'દિલ્હી પોલીસની દશા હું ખરેખર ચોંકી ગયો છું.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...