નવી દિલ્હીઃ દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં પાછલા બે દિવસથી ફેલાયેલી હિંસાને રોકવા દરમિયાન જીવ ગુમાવનાર હેડ કોન્સ્ટેબલ રતન લાલને મંગળવારે કિંગ્સવે કેમ્પ સ્થિત પોલીસ લાઇનમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ડ્યૂટી દરમિયાન જીવ ગુમાવનાર આ વીર સિપાહીને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક પહોંચ્યા હતા. આ સિવાય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાંદન રાય અને ઉપરાજ્ય પાલ અનિલ બૈજલે પણ પોલીસ લાઇન પહોંચીને હેડ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય દિલ્હી પોલીસના તમામ સીનિયર ઓફિસર પણ રતન લાલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સોમવારે ગોકુલપુરી વિસ્તારમાં ઉગ્ર ટોળાને શાંત કરવવા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતન લાલે જીવ ગુમાવ્યો હતો. મહત્વનું છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થઈ ચુક્યા છે. આ સિવાય શાહદરાના ડીસીપી અમિત કુમાર અને આશરે 16 પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...


જુઓ LIVE TV