ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી પોલીસે (Delhi Police) લોકોને અપીલ કરી છે કે, ઉત્તર પૂર્વીય દિલ્હી (North East Delhi) માં 23 ફેબ્રુઆરીથી ફેલાયેલી હિંસા (Delhi Violence) વિશે જો તમારી પાસે કોઈ માહિતી હોય તો તે પોલીસને આપે. ઉલ્લેખનીય છે કે, હિંસામાં મરનારા લોકોનો આંકડો 38 પર પહોંચી ગયો છે. દિલ્હી પોલીસે હિંસાની તપાસ કરવા માટે એસઆટીની નિમણૂંક કરી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, જે પણ લોકો ઘટનાના સાક્ષી છે, ખાસ કરીને મીડિયા કર્મચારીઓ કે અન્ય કોઈ પાસે ઘટના સાથે જોડાયેલી કોઈ પણ માહિતી હોય, અથવા જેમની પાસે ઘટનાની મોબાઈલથી લેવાયેલ રેકોર્ડિંગ હોય તો તે પોલીસનો સંપર્ક કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસે મોબાઈલ નંબર (8750871221, 8750871227) પણ જાહેર કર્યાં છે, જેના પર માહિતી આપવા માટે ઈચ્છુક લોકો સંપર્ક કરી શકે છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, માહિતી આપનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 


SITની નિમણૂંક
ઉત્તર-પૂર્વ દિલ્હી કેમ અને કેવી રીતે ભડકે બળી, આ ઘટના હતી કે પછી વિચારીને કરાયેલું ષડયંત્ર અંતર્ગત ફેલાયેલ હિંસા.... આ સવાલોના જવાબ શોધીને આપવા માટે બનાવા દિલ્હી પોલીસની એસઆઈટીએ ગુરુવારે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે. એસઆઈટીનું ગઠન ગુરુવારે બપોરે બાદ જ કરવામાં આવશે. 


ગૃહ મંત્રાલયે કરી બેઠક
આ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાગ્રસ્ત વિસ્તારોની એક સમીક્ષા બેઠક યોજી હતી. ગત 36 કલાકોથી કોઈ પણ પ્રભાવિત પોલીસ સ્ટેશનમાં કોઈ ઘટના બની નથી. અત્યાર સુધી 48 એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. જાનમાલની ક્ષતિના કેસ નોંધાયા છે, અને આગળ પણ કેટલીક એફઆઈઆર દાખલ કરાશે. પોલીસે 514 સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે, અને આ આંકડો પણ વધી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...