નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી દિલ્હી (North East Delhi) જિલ્લામાં સ્થિતિ હજુપણ તણાવપૂર્ણ છે. મંગળવારે સવારે બ્રહ્મપુરી (Brahmapuri) માં બે જુથ વચ્ચે ફરીથી પથ્થરમારો થયો હોવાના સમાચાર છે. દિલ્હી પોલીસે કહ્યું કે સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ છે. સતત હિંસાની ઘટનાઓના કોલ આવી રહ્યા છે. દિલ્હી પોલીસ કમિશ્નર સીલમપુરમાં ડીસીપી ઓફિસમાં પોલીસ અધિકારીઓએ સાથે બેઠક કરવામાં આવી રહી છે. 


તો બીજી તરફ હિંસામાં અત્યાર સુધી 76 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ હિંસામાં અત્યાર સુધી પોલીસકર્મી સહિત 6 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. IPS ઓફિસર ACP ગોકુલપુરી અનુજ કુમાર પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે. તેમને મેક્સ પટપડગંજમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ ડીસીપી શાહદરા અમિત શર્માની સર્જરી ચાલી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube