નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં જારી ઉપદ્રવને પોલીસે કાબુ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર તોફાન પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ જાફરાબાદ વિસ્તારથી પ્રદર્શનકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં માર્ચ કાઢીને તોફાની તત્વોને હટાવી દીધા છે. જાફરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠેલી મહિલાઓને પણ વાતચીત બાદ હટાવી દેવામાં આવી છે. આશરે ત્રણ દિવસ બાદ જાફરાબાદમાં સ્થિતિ પર કાબુ મેળવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થિતિને સંભાળવા માટે સ્પેશિયલ કમિશનર તૈનાત
પોલીસનું કહેવું છે કે જલદી ચાંદબાગ, કરાવલ નગર અને મૌજપુરમાં પણ તમામ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવશે. સુરક્ષા દળોની માર્ચથી અસામાજીક તત્વોમાં ડર લાગી રહ્યો છે અને તે રસ્તામાંથી વેર-વિખેર થઈ રહ્યાં છે. દિલ્હીમાં જારી હિંસાને કાબુ કરવા માટે ગૃહ મંત્રાલયે તાત્કાલિક પ્રભાવથી આઈપીએસ અધિકારી એસએન શ્રીવાસ્તવને દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો વ્યવસ્થા) બનાવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...


જુઓ LIVE TV