નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાના મામલામાં સોમવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેટ કોર્પોરેટર તાહિર હુસૈનના ભાઈ શાહ આલમની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીએ શાહ આલમને ઝડપી લીધો છે. શાહ આલમને આસરો આપનાર ત્રણ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે તાહિર હુસૈન સાથે જોડાયેલા અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ ચુકી છે. રવિવારે દિલ્હી પોલીસે શાહ આલમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહ આલમ પર ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા (Delhi Violence) ભડકાવવાનો આરોપ છે. સૂત્રો પ્રમાણે દિલ્હી પોલીસે તાહિર હુસૈનના ભાઈ શાહ આલમ દિલ્હી હિંસામાં સંડોવાયેલો હોવાના પૂરાવા મળ્યા છે. મહત્વનું છે કે દિલ્હી પોલીસ તાહિરના ઘણા અન્ય સંબંધીઓ પર નજર રાખી રહી છે. હકીકતમાં સાત દિવસના રિમાન્ડ પર રહેલા તાહિર હુસૈનની ઘટના વાળા દિવસે કુંડળી શોધવા પર શુક્રવારે મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીને ઘણી જાણકારી મળી છે. 


સામાન્ય બહુમત પર ટકેલી છે કમલનાથ સરકાર, રાજ્યમાં આવું છે રાજકીય સમીકરણ  


દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એક સૂત્ર પ્રમાણે, 'ઘટનાના દિવસે તાહિર હુસૈને સૌથી વધુ જે લોકો સાથે વાત કરી, એસઆઈટીએ શુક્રવારે તે 15 લોકોની ઓળખ કરી લીધી છે. આ વાતચીત મોબાઇલ દ્વારા થઈ હતી. તાહિરે આ દિવસે સૌથી વધુ વાત કોની સાથે કરી? તેનો ખુલાસો થઈ શક્યો નથી.'


એસઆઈટીના સૂત્રો પ્રમાણે, 'ઓળખ કરાયેલા લોકોમાં તાહિરના સંબંધીઓ પણ સામેલ છે. જેના વિશે તાહિરે માત્ર એટલું કહ્યું કે, ઘટનાવાળા દિવસે તે લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાનું કહી રહ્યો હતો. પરંતુ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને તેની આ દલીલ ગળે ઉતરી રહી નથી.'


તાહિર વિરુદ્ધ મુખ્ય મામલો અંકિત શર્મા હત્યાકાંડનો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...