નવી દિલ્હી: નિઝામુદ્દીન મરકઝ મામલે મુખ્ય આરોપી અને તબલીગી જમાતનો પ્રમુખ મૌલાના સાદ (Maulana Saad) ક્યાં છે અને શું કરી રહ્યો છે. Zee Newsની ટીમ સતત આ વાતની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. Zee Newsએ થોડા દિવસ પહેલા મૌલાના સાદના નજીકી અને તબલીગી જમાતના મેમ્બર મુઝબીર રહેમાન દ્વાર વોટ્સએપ પર મોલાના સાદથી 10 સવાલના જવાબ માગ્યા હતા. મુઝબીર રહેમાને Zee Newsના આ 10 સવાલોને મૌલાના સાદને મોકલ્યા હતા. જેનો જવાબ આજે મોલાના સાદે વોટ્સએપ દ્વારા મોકલ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ નં 1: મૌલાના સાદ આ સમયે ક્યા છે?
જવાબ-
મૌલાના સાદ આ સમયે દિલ્હીમાં જ છે.


આ પણ વાંચો:- ચીની કંપનીઓને વધુ એક મોટો ઝટકો, સરકારી ખરીદમાં પણ હવે ફક્ત સ્વદેશીને પ્રોત્સાહન


સવાલ નં 2: મૌલાના સાદ પોલીસની સામે કેમ આવી રહ્યો નથી?
જવાબ-
મૌલાના સાદ દિલ્હી પોલીસની સામે જ છે અને ઇન્વેસ્ટિગેશનમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે.


સવાલ નં 3: મૌલાના સાદે પોતાનો કોરોના ટેસ્ટ ક્યાંથી કરાવ્યો?
જવાબ-
મૌલાના સાદે પ્રાઇવેટ લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ હતો.


સવાલ નં 4: મૌલાના સાદ પર આરોપ છે કે, તેના કારણે કોરોના વાયરસ ફેલાયો, શું કહેવું છે?
જવાબ-
મૌલાના સાદે આ કોરોના વાયરસને જન્મ નથી આપ્યો. આ કોરોના વાયરસ વિદેશોથી હિન્દુસ્તાનમાં આપણા એરપોર્ટના માધ્યમથી આવ્યો છે. તેની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની બને છે કે, તેમણે સમય રહેતા આપણા એરપોર્ટ સીલ કર્યા નહીં અને હિન્દુસ્તાનની સંપૂણ જનતાને આ મહામારીની આગમાં ધકેલી દીધા. અને જમાતના મેમ્બર પણ કેન્દ્ર સરકારની આ બેદરકારીનો શિકાર બન્યા છે.


આ પણ વાંચો:- સાઉદી અરબના આગ્રહ પર કેન્દ્ર સરકારનો નિર્ણય, આ વર્ષે કોઇ ભારતીય હજ યાત્રા પર જઇ શકશે નહી


સવાલ નં 5: મૌલાના સાદ પર હવાલા અને વિદેશોથી ગેરરિતે પૈસા લેવાનો આરોપ છે?
જવાબ-
મૌલાના સાદનું કોઇપણ બેંકમાં કોઈ એકાઉન્ટ નથી. આરોપ-પ્રત્યારોપ લાગતા રહે છે. તેને સાબિત કરવા કોર્ટમાં એક પડકાર હશે દિલ્હી પોલીસ માટે.


સવાલ નં 6: સરકારે જ્યારે મરકઝને બંધ કરવા માટે કહ્યું હતું અને લોકોને બહાર કાઢવા માટે કહ્યું હતું તો સરકારની વાત કેમ માન્ય નહીં.
જવાબ-
સરકારના કોઈ અધિકારીએ મરકઝને ખાલી કરવાની વાત નથી કરી. પરંતુ મરકઝ પોતે જ સરકારથી કહી રહ્યું હતું કે, અહીં જે લોકો છે, તેમને બહાર કાઢવામં આવે અને મરકઝની અપીલને સરકારે નજરઅંદાજ કરી. 


સવાલ નં 7: મરકઝમાં વિદેશમાંથી અને દેશમાંથી કેટલા લોકો આવ્યા હતા અને ક્યાં-ક્યાં ગયા છે.
જવાબ-
તેની સંપૂર્ણ જાણકારી સરકારને આપવામાં આવી છે. જેના આધાર પર તેમણે સંપૂર્ણ જમાતના લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું.


આ પણ વાંચો:- યોગ ગુરૂ રામદેવે લોન્ચ કરી કોરોલિન ટેબલેટ, પહેલી આયુર્વેદિક દવા બનાવાવાનો દાવો


સવાલ નં 8: મૌલાના સાદ પોલીસની સામે પૂછપરછ માટે ક્યારે સામે આવશે?
જવાબ-
મૌલાના સાદ દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને જ્યારે દિલ્હી પોલીસ તેમને પર્સનલી મળવા ઇચ્છશે ત્યારે મૌલાના સાદ મળશે.


સવાલ નં 9: પોલીસે મૌલાના સાદને કેટલી નોટિસ મોકલી, અને શું તમામનો જવાબ આપવામાં આવ્યો?
જવાબ-
દિલ્હી પોલીસે જેટલી પણ નોટિસ મોકલી છે, તે તમામનો જવાબ આપવામાં આવ્યો છે.


સવાલ નં 10: મૌલાના સાદ સામે આવી કેમ વાત નથી કરતા.
જવાબ-
મૌલાના સાદે ના પહેલા ક્યારે મીડિયાથી વાત કરી છે અને ના ક્યારે આગળ કરવાનો ઇરાદો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube