દિલ્હીની મહિલાની હરકતથી બબાલ, ઝઘડા બાદ કાપી નાખી પતિની જીભ
ગર્ભવતી પત્નીએ કિસ કરતા દરમિયાન પોતાના પતિની જીભ કાપી લીધી હતી. આ મામલે પીડિત પતિના પિતા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ લઈને પહોંચ્યા હતા.
નવી દિલ્હી : દિલ્હીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના પતિની જીભ કાપી નાખી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પીડિત પતિ આ મામલાને લઈનો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલ પોલીસે જણાવ્યું કે, આ પતિ-પત્ની રોજ ઝઘડતા હતા.
ઘટના દિલ્હીના રનહોલા વિસ્તારમાં શનિવારે બની હતી. જેમાં ગર્ભવતી પત્નીએ કિસ કરતા દરમિયાન પોતાના પતિની જીભ કાપી લીધી હતી. આ મામલે પીડિત પતિના પિતા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. પત્નીનું આવું કરવા પાછળ કારણ જાણવા મળ્યું છે કે, 22 વર્ષની પત્નીનો તેની પતિ સાથે ઝઘડો થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રોબ્લમ સોલ્વ પણ થઈ ગઈ હતી. તેમજ મહિલાને તેનો પતિ સુંદર લાગતો ન હતો. તેનો ચહેરો તેને બદસૂરત લાગતો હતો. તેથી એક રાત્રે કિસ કરતા સમયે પત્નીએ તક સાધીને પતિની જીભ કાપી નાખી હતી.
પત્નીની આ હરકતથી પતિએ લગભગ તેની અડધી જીભ ગુમાવી દીધી છે. તેનું ઓપરેશન સફદરજંગ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. અહીંના તબીબોએ કહ્યું કે, બહુ જ મુશ્કેલથી હવે તે બીજીવાર બોલી શકશે.
20 નવેમ્બર, 2016ના રોજ આ કપલના લગ્ન થયા હતા. જોકે, શનિવારે બંને વચ્ચે એવું તો શું થયું હતું કે મહિલાએ પતિની જીભ કાપીની નાખી તે હજી જાણી શકાયુ નથી. પોલીસે મહિલા પર ધારા 326 કાયદો લગાવીને તેની ધરપકડ કરી છે. આ ધારા અંતર્ગત મહિલાને ઉંમર કેદની સજા પણ થઈ શકે છે. મહિલા આઠ મહિનાથી ગર્ભવતી છે.