2012ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામે આવ્યો. દિલ્લીની 40 વર્ષીય મહિલા સાથે 5 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું. પ્રોપર્ટી વિવાદમાં મહિલા અને 5 શખ્સોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું મહિલાએ જણાવ્યું. આ વચ્ચે પાંચેય શખ્સોએ મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. પોલીસે તો હાલમાં સામુહિક દુષ્કર્મનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાઝિયાબાદ પોલીસના મુજબ 18 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે નંદગ્રામને પોલીસ સ્ટેશનને માહિતી મળી કે આશ્રમ રોડ પર એક મહિલા પડી છે. જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ મોકલી. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે દિલ્લીની નંદ નગરીની રહેવાસી છે.


મહિલાએ પોલીસને જણાવ્યું કે તે એક દિવસ પહેલા તેના ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા ગાઝિયાબાદ આવી હતી, જ્યારે ભાઈએ તેને પાછી મૂકી ત્યારે 4 શખ્સો તેનું અપહરણ કરી અજાણી જગ્યાએ લઈ ગયા. મહિલાએ જણાવ્યું કે 1 શખ્સ પહેલાથી ત્યાં હતો. એક બાદ એક પાંચેય શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. 2 દિવસ સુધી આરોપીઓએ મહિલાને ટોર્ચર કરી. એટલું જ નહીં નરાધમોએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળીયો પણ નાખ્યો. ત્યારબાદ મહિલાને કોથળામાં નાખી તેને રસ્તા પર ફેકી દેવામાં આવી. લોહીથી લથપથ હાલતમાં મહિલા મળી આવતા પોલીસને જાણ કરાઈ. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


ગંભીર હાલતમાં મહિલાએ પોલીસને સમગ્ર માહિતી આપી અને આરોપી સામે ફરિયાદ નોંધાવી. FIRમાં આરોપીઓના નામ દીનુ, શાહરૂખ, જાવેદ, ધોલા અને ઔરંગઝેબ સામેલ.


મહિલાના ભાઈએ પણ નોંધાવેલી ફરિયાદના આધારે 4 શખ્સોને કસ્ટડીમાં લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાથે મહિલાનો પ્રોપર્ટી અંગે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો હતો, જેની સામે મહિલાએ એફઆઈઆર નોંધાવી છે, કોર્ટમાં સિવિલ કેસ પણ છે. મહિલા દિલ્લીની છે અને તેની જીટીબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


આ વીડિયો પણ અચૂક જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube