નવી દિલ્હી : દિલ્હીમાં રવિવારે ધુંધળુ વાતાવરણ છવાઇ ગયું છે અને હવામાનની અત્યાર સુધીની સૌથી ખરાબ વાયુ ગુણવત્તા નોંધાઇ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડાઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ વાયુ ગુણવત્તા સૂચકાંક 381 નોંદાયું છે જે ખુબ જ ખરાબની શ્રેણીમાં આવે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતાવરણમાં ખરાબ વાયુ ગુણવત્તાનો આ સૌથી વધારે સૂચકાંક છે જે પ્રદૂષણના ગંભીર સ્તરથી કંઇક નીચુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 0 થી 50ની વચ્ચે એક્યૂઆઇ "સારૂ" માનવામાં આવે છે. 51 અને 100ની વચ્ચે સંતોષજનક, 101 અને 200 વચ્ચે મધ્યમ શ્રેણીનુ, 201 અને 300ની વચ્ચે ખરાબ, 301 અને 400ની વચ્ચે ખુબ જ ખરાબ અને 401 અને 500ની વચ્ચે એક્યૂઆઇ ગંભીર માનવામાં આવે છે. 

સીપીસીબીના ડેટા અનુસાર દિલ્હીના અલગ અલગ હિસ્સામાં સ્થાપિત 12 પ્રદૂષણ પર નજર રાખનાર 12 પ્રદૂષણ કેન્દ્રોમાં વાયુની ગુણવત્તાનું સ્તર ગંભીર જ્યારે 20 કેન્દ્રોમાં ખુબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે. 

અધિકારીઓએ હવાની ગુણવત્તામાં આવેલા આ ઘટાડા પાછળ નિર્માણ કાર્યથી ઉડનારી ધુળ, વાહનોથી થનારા પ્રદૂષણ જેવા સ્થાનીક કારકો ઉપરાંત પંજાબ અને હરિયાણાથી ભુંસુ સળગાવવાના કારણે થનારા પ્રદૂષણને જવાબદાર ઠેરવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમાડાની એક મોટી ચાદર છવાઇ ગી છે અને હવામાન સૌથી ખરાબ વાયુ ગુણવત્તા નોંધાઇ છે. 

PM 2.5 (હવામાં 2.5 માઇક્રોમીટરથી ઓછા વ્યાસના કણોની હાજરી)ની માત્રા 225 નોંધાઇ હતી જે આ હવામાનની સૌથી વધારે છે. પીએમ 2.5ને સૌથી સુક્ષ્મ કણ કહેવામાં આવે છે જે સ્વાસ્થ માટે પીએમ 10થી પણ વધારે ઘાતક હોય છે. સીપીસીબીના અનુસાર પીએમ10નું સ્તર (હવામાં 10 માઇક્રોમીટરથી ઓછા વ્યાસના કણોની હાજરી) દિલ્હીમાં 418 નોંધાઇ છે.