નવી દિલ્હી: લગભગ 7 મહિનામાં પહેલીવાર દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા 500થી નીચે નોંધાઇ છે. ગત 24 કલાકમાં અહીં કોવિડ 19ના ફક્ત 424 નવા કેસ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત ઘટી રહ્યો છે પોઝિટિવિટી દર
રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રવિવારે જાણકારી શેર કરતાં કહ્યું કે દિલ્હીમાં પોઝિટિવિટી દર ફક્ત 0.62 ટકા રહ્યો છે. કોરોના ટેસ્ટિંગમાં વધારો અને અન્ય સાવધાનીના લીધે મહામારી પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ગત 24 કલાકમાં 68,759 નમૂનાની તપાસ કરાવવામાં આવી. તો બીજી તરફ 708 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

ખબર છે...પુરૂષોની હંમેશા મહિલાઓના કયા ભાગ પર રહે છે નજર


100 ટેસ્ટમાં ફક્ત 7 લોકો મળ્યા સંક્રમિત
ગત 24 કલાકમાં 14 દર્દીઓની મહામારીના કારણે જીવ ગયો છે. ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીમાં મૃતકોની કુલ સંખ્યા 10,585 થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે ગત શનિવારે સંક્રમણના 494 કેસ સામે આવ્યા હતા અને પોઝિટિવિટી રેટ 0.73 ટકા હતો. 17 મે 2020 બાદ અહીં કેસની સૌથી ઓછી સંખ્યા નોંધાઇ છે. પોઝિટિવિટી દર ઘટીને 0.73 ટકા થઇ ગયો છે. જેનો અર્થ છે કે દર 1000 ટેસ્ટમાં 7 લોકો સંક્રમિત નિકળી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube