બેંગલુરૂઃ Corona Virus: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડ્યા બાદ હવે ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. હવે કર્ણાટકમાં આ ખતરનાક વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દીમાં કોઈ લક્ષણ નથી. સરકારનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોમાં કોઈપણ સંક્રમિત મળ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ખતરનાક વેરિએન્ટ ડેલ્ટા પ્લસ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે. અત્યાર સુધી મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશમાં આ વેરિએન્ટના કેસ સામે આવી ચુક્યા છે. આ ખતરનાક વેરિએન્ટથી અત્યાર સુધી 40થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ નવા વેરિએન્ટને બીજી લહેરના વાયરસથી વધુ ખતરનાક ગણાવવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચોઃ Allopathy vs Ayurveda: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાબા રામદેવ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ


કર્ણાટક સરકારે કહ્યું કે, મૈસુરૂમાં એક દર્દી, ડેલ્ટા પ્લસ સ્વરૂપથી સંક્રમિત છે જેને અમે અલગ કરી દીધો છે. પરંતુ તેમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી. તેમણે કહ્યું કે, તેના સંપર્કમાં આવેલ કોઈપણ વ્યક્તિ સંક્રમિત નથી, જે એક સારો સંકેત છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર નવા સ્વરૂપોને લઈને સાવધાનીપૂર્વક નજર રાખી રહી છે અને રાજ્યમાં છ જીનોમ લેબોરેટરી સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં દરરોજ 1.5 લાખથી બે લાખ કોવિડ-19 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 


તામિલનાડુ પણ યાદીમાં સામેલ
મહારાષ્ટ્રના 21 કેસ જોડીને મંગળવાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 25 કેસ નોંધાયા હતા. જેમાં કેરળ અને મધ્ય પ્રદેશના કેસ પણ સામેલ હતા. હવે આ લિસ્ટમાં તમિલનાડુનું નામ જોડાયું છે. સરકારના જણાવ્યાં મુજબ આ ચાર રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા છે. 


આ પણ વાંચોઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈ NCB એ કરી ધરપકડ


10 દેશોમાં મળ્યો 'ડેલ્ટા પ્લસ'
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે ભારત એ દસ દેશોમાંથી એક છે જ્યાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. તેમણે કહ્યું કે 80 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટની એન્ટ્રી થયેલી છે. જ્યારે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube