નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર રવિદાસ મંદિર તોડી નાખવામાં આવ્યું જેને લઈને વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોની ધરપકડ કરાઈ છે. જેઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ચંદ્રશેખર અને અન્ય લોકો પર આઈપીસીની કલમ 147, 149, 186, 332 હેઠળ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં તુગલકાબાદ વિસ્તારના સંત રવિદાસના મંદિરને સુપ્રીમ કોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ ડીડીએ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું. એવી માન્યતા છે કે 15મી શતાબ્દીના મહાન સંત રવિદાસ અહીં 3 દિવસ રોકાયા હતાં. 


મંદિર તોડી પાડવામાં આવ્યાં બાદ  તેના વિરોધમાં દલિત સમાજે ગુરુવારે આંબેડકર ભવનથી એક રેલી કાઢી જે રામલીલા મેદાન થઈને તુગલકાબાદ માટે રવાના થઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ રેલીમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની જગ્યાએ હિંસક ઝડપ થવા લાગી. આવામાં પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...