કાશ્મીરમાં 370 હટાવવાના સંકલ્પ અંગે દેવબંધી ઉલેમાએ કહ્યુ, સરકારનો સારો નિર્ણય
કેન્દ્ર સરકારના કાશ્મીર પર લેવાયેલા ઐતિહાસિક નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા દેવબંધી ઉલેમા મૌલાના કારી ઇસ્હાક ગોરાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનો જે નિર્ણય લેવાયો તે ખુબ જ મહત્વનો નિર્ણય છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારનાં કાશ્મીર પર લેવાયેલા ઐતિહાસિક નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા દેવબંધી ઉલેમા મૌલાના કારી ઇસ્હાક ગોરાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અંગેના આર્ટિકલ 370ને હટાવવાનો જે સંકલ્પ કેન્દ્ર સરકારે લીધો છે, તે ખુબ જ મોટો નિર્ણય છે. હું સમજુ છું કે આ નિર્ણય બાદ હિન્દુસ્તા અને કાશ્મીર માટે સારા પરિણામો આવવા જોઇએ અને મારુ કહેવું માત્ર એટલું જ નછી કે આ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે કાશ્મીરને અને કાશ્મીરીઓનો સંપુર્ણ ખ્યાલ રાખવામાં આવે. મૌલાના કારી ઇસ્હાક ગોરાએ કહ્યું કે, અમે શરૂઆતથી જ જુલ્મોની વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છીએ. અમારુ માત્ર એટલું જ કહેવું છે કે કાશ્મીરીઓની સાથે કોઇ પણ પ્રકારનું અયોગ્ય વર્તન ન થાય કારણ કે કાશ્મીરીઓ પણ આપડા છે.
J&Kમાં 370 નાબૂદ, પરંતુ દેશના 11 રાજ્યોમાં લાગુ છે આવો જ વિશેષ કાયદો... જાણો
કેન્દ્રની જાહેરાત
જમ્મુ અને કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે રાજ્યસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370ને હટાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજુ કરતા કહ્યું કે, રાજ્ય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશો લદ્દાખ તથા જમ્મુ અને કાશ્મીરમાં વિભાજીત થઇ જશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે, પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહી હોય. રાજ્યસભામાં આ ઐતિહાસિક જાહેરાત બાદ હોબાળો ચાલુ થઇ ગયો હતો.
કોઇ કાયદાકીય પ્રાવધાન વગર જ બંધારણ બદલી શકાય નહી: 370 અંગે અમરિંદર સિંહ
આરતી દરમિયાન માતા દુર્ગાના ચહેરાના બદલાય છે ભાવ, જુઓ અદભૂત VIDEO
શાહે ભાષણ દરમિયાન વિપક્ષી વિરોધ પ્રદર્શન કરતા રહ્યા, અનેક વખત હોબાળો એટલો વધારે હતો કે તેમનો અવાજ સાંભળવા નથી મળી રહ્યો. જેના કારણે સદનમાં સ્થગિત કરી દેવામાં આવી. ત્યાર બાદ કાર્યવાહી ફરીથી ચાલુ થઇ. શાહે એક અલગ નિવેદનમાં કહ્યું કે, સરકારે જમ્મુ અને કાશ્મીરના બે અલગ કેન્દ્ર શાસિત રાજ્યો, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજી કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. તેમણે કહ્યુ કે આ પગલું સીમા પાર આતંકવાદનાં વધતા ખતરાને જોતા ઉઠાવાયું છે. તેમણે કહ્યું કે, લદ્દાખનાં લોકો લાંબા સમયથી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી રહ્યા હતા અને આ નિર્ણય સ્થાનિક જનતાની આકાંક્ષાઓને પુર્ણ કરવા માટે લેવાયો છે.